નારી

જેને સૌ જાણે છે પણ પારખી નથી શક્યા,
જેને પરમેશ્વરથીયે ઉપર મનાય છે,
શું એ નારી છે?
હાં,
કારણ કે.....
એ તારણહાર છે પણ ડુબાડી દેનારીય છે,
એ પીડા સહે છે પણ અસહ્ય પીડા દેનારીય છે,

એ પુરુષના ઘરને સંવારે છે પણ બર્બાદેય કરનારી છે,
એ શિષ્ટાચારી છે પણ અશિષ્ટાચાર આચરનારીય છે,

એ અરીસો છે પણ બંધ કિતાબેય છે,
એ દયાવાન છે તો નિર્દયી પણ છે,

અર્થાત્

જેને વેદો કે ઉપનિષદો પણ સમજાવવામાં અસમર્થ છે,

જેને દેવો કે દાનવો પણ સમજી નથી શકયા,

જેને પુરુષો કદી સમજાવી નથી શક્યા,

હાં...

એ જ નારી છે .

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ