સોનેરી મધુર સવાર

               તરો તાજગીની તરસ શમાય જ્યારે,
               સૂરજ નો ચમકાર ફૂલોમાં પથરાય ત્યારે
                                     સોનેરી મધુર સવાર પડે રે.

              પવનની પંખુડી પાંપણને નમાવે જ્યારે,
              પંખીની ચહેક  કાનને  લુભાવે  ત્યારે   
                                      સોનેરી મધુર સવાર પડે રે.

                   
              ગૃહિણી  કલબલ  કરે  જ્યારે,  
              સાવરણીના સુસવાટા સંભળાય ત્યારે
                                       સોનેરી મધુર સવાર પડે રે.

              ભમરાનો ગણગણાટ થાય જ્યારે,
               તમરાનો તમતમાટ  શમાય ત્યારે
                                 સોનેરી મધુર સવાર પડે રે.

             મંદિરમાં અનોખી ઘંટી સંભળાય જ્યારે,
             બાળકોની   વંદના   ગવાય   ત્યારે
                                     સોનેરી મધુર સવાર પડે રે.
                        



           ‌‌‌‌‌‌‌‌‌                          બાળપણની   નિશાળ

 અડવાનદા  રમતા  રમતા
ખો-ખો કબડ્ડી રમતા રમતા
               મને બાળપણની નિશાળ સાંભરે રે.

આંક માંથી એકડા જોતા જોતા
કક્કો બારખડી ગાતા ગાતા
               મને બાળપણની નિશાળ સાંભરે રે.

ટુકડી-ટુકડી  પાડતા
ટોડલે -ટોડલે  બેસતા
                મને બાળપણની નિશાળ સાંભરે રે.

વેંચી-વે'ચી  ને  ખાતા
ભોજન  ભાવતું  એ
        મને બાળપણની નિશાળ સાંભરે રે.

નીરાંતે નિશાળે જતાં
નમન ગુરુ ને કરતા
           મને બાળપણની નિશાળ સાંભરે રે.

ઝાડવે જોતા જોતા ભણતા
કોયલ પોપટ બોલતા
             મને બાળપણની નિશાળ સાંભરે રે.

ભૂતકાળમાં ભમતા ભમતા
મને બાળપણની નિશાળ સાંભરે 
                મને બાળપણની નિશાળ સાંભરે રે.

 મતદાન.

અનોખૂ્ દાન આપણે કરીએ,
આવો સૌ મળી મતદાન કરીએ.

   દેશના વિકાસ કાજે,
   દેશની શાન કાજે,
   દેશના અધિકાર કાજે,
                આવો સૌ મળી.....

દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે,
દેશની દિશા નક્કી કરવા માટે,
દેશની સત્તા જાળવવા માટે,
                આવો સૌ મળી.....

   દેશના આધાર કાજે,
   દેશની નીતિ કાજે,
   દેશના નિયંત્રણ કાજે,
              આવો સૌ મળી.....

દેશના હિત માટે શું કરીએ?
દેશની સ્વસત્તા માટે શું કરીએ?
દેશના લોકતંત્ર માટે શું કરીએ?
          અરે, યુવાનો! આવો સૌ મળી
         મતદાન કરીએ, મતદાન કરીએ.

એકલતા.

એ છે એકલતા.... જૂઓ ને વળી
આંખોમાં છે અનેરી આશા ઘણી
કંઈક છે અજાણી નિરાશા તણી
                      એ છે એકલતા.....

પોતાનું હોવા છતાં પોતાનું કોઈ નથી
શું થયું? એમ પૂછતા જવાબ મળે -'કંઈ નહીં '
દુનિયામાં બધું જ હોવા છતા કંઈ નથી
                 એ છે એકલતા.....

તારાને જોતા ચંદ્ર પડે છે જુદો
જેનો રંગીન દુનિયામાં રંગ છે જુદો
જેની વર્તમાનની દુનિયા કંઈક છે જુદી
                     એ છે એકલતા.....

દુનિયાની હંસીમાં જે છે મૌની ને જોશી
હજારોની સંખ્યામાં લાગે છે હરદમ ખામોશી
આવે છે યાદ હર વખત એ ખુદાની
                       એ છે એકલતા.....

કે ક્યારે આવે ઝરમરતો મેઘ?

આસમાની પાણી ક્યારે આવશે ધરા તણી
ઓ મેઘરાજા કહો ને ધરાને
કે ક્યારે આવે ઝરમરતો મેઘ?

જુએ જીવ માત્રની આંખો મેઘરાજાને
પક્ષીઓ પોકાર કરે મેઘરાજાને
વૃક્ષો ખંખોળે છે મેઘરાજાને
                          કે ક્યારે આવે....

પવન તણી લહેરખી કહે મેઘરાજાને
આઠ માસની તરસી ધરા બોલાવે મેઘરાજાને
પ્રાણીઓ જુએ ને કરે સાદ મેઘરાજાને
                                  કે ક્યારે આવે....

ખેડૂત તણા મન કહે પ્રભુ લાવો મેઘરાજાને
દુનિયાની આત્મા કહે પ્રભુ લાવો મેઘરાજાને
સૂર્ય કહે ન તપાવો મને પ્રભુ કહોને મેઘરાજાને
                                         કે ક્યારે આવે....

કહે મોર તણી કળા મેઘરાજાને
કહે કોયલ તણા કંઠ મેઘરાજાને
કહે ડાળી ડાળી ના ફૂલ મેઘરાજાને
                             કે ક્યારે આવે....

ઓ મેઘરાજા કહોને ધરાને
                     કે ક્યારે આવે ઝરમરતો મેઘ.
                     

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

નારી