મજાની વાત


દુનિયા તો સાવ  છે  ખોટી

                આ મજાની વાત છે સાચી.


સાંભળવું નહીં બધે બધું

ચાલવું નહીં ખોટા સાથે

બેસવું નહીં મીઠા સાથે

કેમકે....

કેવા વાળા ના કેવાનું  કેશે બધું

ચડાવશે ખોટા  ઉંધા  કેડે

કરશે મીઠા ખોટું બધું

               દુનિયા તો સાવ છે.....


ખોલવું નહીં હૈયું આખું

રડવું નહીં  હૈયું  ભરી

હસવું નહીં ખોલી મનડુ

કેમકે....

તોડશે હૈયું સાંભળી બધું

દેશે હંસી જોઈ આંસુડાં

બળશે હૈયા અમથે અમથા

                  દુનિયા તો સાવ છે.....


રહેવું નહીં ભોળા બની 

કેવાનું નહીં સાચું કોઈને 

કરવો નહીં અન્યાય કોઈનો 

કેમકે....

ભોળા ને તો ભોળવી દેશે 

સાચા ને તો થાય છે સજા 

થશે નહીં ન્યાય તમારો

           દુનિયા તો સાવ છે....


દુનિયા તો સાવ જ ખોટી 

આ મજાની વાત છે ખરી. 


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

નારી